STORYMIRROR

Jitendra Modh

Inspirational

3  

Jitendra Modh

Inspirational

વેશ બદલ્યો હશે

વેશ બદલ્યો હશે

1 min
240

ધારણા હતી મુકુટ ધારી, લલાટે લેપ હશે,

ચાર હાથ ને ખભે ભગવો ખેસ હશે,

અરે આ શું ! પીપીટી કીટ નવો કોઈ વેશ હશે,

મને થયું, ભગવાને વેશ બદલ્યો હશે..!


ધારણા હતી સુદર્શનધારી, સુંદર પરિવેશ હશે,

હાથે હથિયાર ને ફરવાને અશ્વ રથ હશે,

અરે આ શું ! લાઠીમાં સજ્જ નવો કોઈ વેશ હશે,

મને થયું, ભગવાને વેશ બદલ્યો હશે..!


ધારણા હતી મંદિર, મસ્જિદ, ચર્ચે જ હશે,

એ આરતી, બંદગી અને પ્રાર્થનાથી મળશે,

અરે આ શું ! ભરબપોરે રસ્તે નવો કોઈ વેશ હશે,

મને થયું, ભગવાને વેશ બદલ્યો હશે..!!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational