STORYMIRROR

Jitendra Modh

Others

3  

Jitendra Modh

Others

તોફાન

તોફાન

1 min
220

મારુ સ્વમાન, અભિમાન હતી એ,

મારી જીતની જવાબદાર હતી એ,


ગર્વથી છાતી પહોળી કરી ચાલતો એની પણ હકદાર હતી એ,

મારી સફળતાની ચાવી, મારા નસીબની નિશાની હતી એ,


મારી ખુશીઓની ભરમાર હતી એ,

જીવનની રસધાર હતી એ....


અચાનક જ એક તોફાન આવ્યું,

હલચલ મચી એવું ઘમસાણ ચાલ્યું,


પલમાં તો સઘળું વેરાન બન્યું,

જાણે કોઈ તોફાન પછીનું નિશાન બન્યું,


તણાઈ ગયા સૌ અરમાન,

સપના ઉજડી સ્મશાન બન્યું,


જીવન પણ ભૂકંપ જેમ કંપી ગયું,

તૂટી સઘળી ઈમારતો અરમાનની,


આજે 'જીત' ની હારનું કારણ બની,

ચાલી રહ્યો છું નતમસ્તક હવે,


સ્વમાન પણ હણાઈ ગયું,

અભિમાન તો રહે જ શું ?


કારણ વગરનું જીવન બન્યું,

રસહીન બન્યું છે બધુ હવે, 

બસ જીવવું નથી ફક્ત કાપવી છે ઉંમર હવે.


Rate this content
Log in