STORYMIRROR

Jitendra Modh

Inspirational

4  

Jitendra Modh

Inspirational

સપનાનાં વાવેતર

સપનાનાં વાવેતર

1 min
281

કોરી આંખોમાં કોરી ખાતી ભીનાશ જોઈ,

દર્દ ને ડૂસકાંમાં ભરી હસ્તી નજરો જોઈ..


લાકડીના ટેકે ડગમગ કાપતી સફર જોઈ,

હૈયે દબાવી હિબકે હસતાં જિંદગી જોઈ..


કેટકેટલી જહેમત પડે છોડવું ઉછેરવા કોઈ,

ઊંચું ભણતર, ઓછું ગણતર સમજે ન કોઈ..


કરમ કાઠા હશે કે નસીબ જ નહીંતો કોઈ,

સપનાનાં વાવેતર આમ અમસ્તા છોડે કોઈ..


લાગણીઓ વેચાઈ રહી છે સસ્તાં મોલે અહીં,

ચેતો સમય છે હજુ નહીંતો પેદા કરશે ના કોઈ..!!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational