પ્રેમ એટલે કે
પ્રેમ એટલે કે
પ્રેમ એટલે કે,
તારા હાસ્યમાં ડૂબી જતા મારા લાખો દર્દોનો કાફલો..
ક્યારે નહીં ભૂલાય હો,
એવી કોઈ યાદ આવે, એ પ્રેમ છે.
સ્હેજ દર્દમાં આહ નીકળે ને ત્યાંજ તારો પાલવ યાદ આવે, એ પ્રેમ છે..
પ્રેમ એટલે કે,
સાવ એકલતાનો ઓરડોને તોય આખી દુનિયાથી અલાયદો,
આંખ બંદ કરીને તને જોઉં તો તું લાગે,
એક ભૂલ્લીને તે શ્યામવર્ણી..
આંસુ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને મારા દિલને તું પરણી
પ્રેમમાં તો સપના આંજીને તને જોવાની હોય અને યાદોમાં ભરવાનો હોય
છે જમાનો..
પ્રેમ એટલે કે…
મારી જીવતી જાગતી જિંદગીને તારા હાથથી સજાવવાની,
તારા અંગે અંગમાં ખુદને સમાવવા તારા શ્વાસો ને મારા શ્વાસથી જોડવા,
તારી બાહોમાં સમાવા અને તારાથી લપેટાઈ તારામાં ખોવાઈ જવાની
ઈચ્છાઓનો પટારો..
પ્રેમ એટલે કે..
જીવું છું અહી ને રહું છું તારામાં,
થડ બની જંખુ છું વેલ ને થામવા,
જડ છું પણ અહેસાસ માત્ર તારી લાગણીઓને પામવા
એવી તારા વગરની જિંદગીનો
તું એકમાત્ર સહારો...

