STORYMIRROR

Jitendra Modh

Inspirational

4  

Jitendra Modh

Inspirational

મજાક મજાકમાં

મજાક મજાકમાં

1 min
181

સ્વર્ગ સમી ધરતી બનાવી દીધી ખંડેર,

જોને વળી સરિતા ને કીધી સ્વપ્નભેર,


ચાલ્યું જો આમ તો દુર નથી તારી ખેર,

મટી માણસાઈ રહ્યાં ફક્ત તારામાં વેર,


ક્યાં લગી કરે માણસ પીશાચી વેરઝેર,

ચાલ્યું જો આમ તો દુર નથી તારી ખેર,


કિંમત નથી તને કુદરતની વિનતી તું કર,

આવશે હજુ મોટી આપદા ઈશથી તું ડર,


ચાલ્યું જો આમ તો દુર નથી તારી ખેર,

ચાલશે હવે માત્ર એક જ દુનિયામાં નજર,


જીવમાત્રની રક્ષા જ હવે રહેશે સહુ મંતર,

કહે 'જીત' બદલ નહીં તો નથી તારી ખેર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational