Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

urvashi trivedi

Inspirational Others

3  

urvashi trivedi

Inspirational Others

જાય છે

જાય છે

1 min
199


આંખનાં ખૂણામાં થીજાવીને સાચવેલા સપના,

ઉષ્માનાં કિરણો પડતા આંખોમાં જ રેલાઈ જાય છે.


ઈશ્વર તારી લીલા સમજાતી નથી,

ફૂલો ડૂબે છે ને પથ્થરો તરી જાય છે.


ટીકા-ટિપ્પણી અને ભૂલો શોધનારા

પોતાનાં અંતરમાં ઝાંકવાનું ભૂલી જાય છે.


ટોચનો ભાર તો ધરતી જ ઝીલે છે,

વૃક્ષો કુંપળો વગર થોડા ઊગી જાય છે.


માનવના મન કળવા અકળ છે,

મતલબ માટે ઈશ્વર પણ બદલાઈ જાય છે.


જીવન જીવવા માટે ખુશી જ જરુરી નથી,

વંટોળિયા વચ્ચે તરણું પણ તરી જાય છે.                  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational