મનની આંખ ખોલ તું
મનની આંખ ખોલ તું
બે આંખોથી જોવાઈ છે દુનિયા ને,
જોયું એ પણ સત્ય નથી હોતું,
મનની આંખો ખોલ તું,
ખજાનો પડ્યો ભીતર એના કર મોલ તું,
મનની આંખો ખોલ તું,
આ ઈશ્વર સમાયો તારી અંદર એને ખોજ તું,
મનની આંખો ખોલ તું,
સારા નરસાની ભેદ આપશે આ મનની આંખો,
જીવન નૈયા ને પર ઉતારશે આ મનની આંખો,
ખોલ તું તારા મનની આંખો,
ઈશ્વર મળી જશે,
આમ તારો જન્મારો સફળ થઈ જશે,
બાહરી આંખો બે,
પણ મન ને છે હજાર આંખ,
મનની આંખો ખોલ તું.
