STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પ્રકૃતિને પ્રદૂષિત ના કરો

પ્રકૃતિને પ્રદૂષિત ના કરો

1 min
155

કેવી સુંદર મજાની પ્રકૃતિ છે,

કેવી સુંદર ઈશ્વરની આકૃતિ છે

આ ધરતી એ ઓઢી લીલુડી ચાદર છે,

એમાં રંગબેરંગી ફૂલોનો પાલવ છે,

આ ઉષાના આગમને આ પર્ણોના હોઠ મલકે,

આ ઝાકળના આગમને આ ફૂલોનું સૌંદર્ય છલકે,,


આ ઈશ્વરે ઢોળી અલૌકિક ખડિયાની શાહી

ને આ પ્રકૃતિરૂપી ગઝલ રચાઈ,

આ સુંદર વૃક્ષો જાણે સંત જેવા,

આપે ફળ મધ મીઠા,

પંખીઓનો ટહુકો આપે,

છાયડો આપે,

વરસાદ આપે,


આ નદી જાણે આપણી માતા,

હૂંફ આપે મધ મીઠું જળ આપે,

ધરતીને સુંદરતા બક્ષે,

આ બાગનો નજારો,

જાણે ઈશ્વરનો સુંદર ઈશારો,

રણ બેરંગી ફૂલની કતારો,

જાણે આનંદનો ઉતારો,

એની સ્વચ્છતાનું તમે વિચારો,

બનાવો ખૂબ સુરત નજારો,

બનશે તમારા જીવનનો સુખદ સહારો,


ના કરો તમે એના પર પ્રહારો,

પ્રકૃતિ વિશે થોડું વિચારો,

વરના કેવી રીતે કરશો ગુજારો ?

પ્રકૃતિને ઉગારો,

સુંદર બનશે ધરતીનો નજારો,

ચમકશે તમારી આશાઓનો મિનારો,

ચમકી જશે ભાગ્યનો સિતારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational