STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવનનું ચિત્ર

જીવનનું ચિત્ર

1 min
137

કેવી સુંદર રંગોથી ઈશ્વરે સર્જી ધરતી જમાલ છે,

રંગોની મેળવણીની કરામત કેવી કમાલ છે,

લાલ, પીળા, ગુલાબી, સફેદ ફૂલોથી સર્જી

બાગે અનોખી ભાત છે,

બસ સર્જનહારની ચિત્રકારીની આ તો વાત છે,


જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી

લાલ રંગેથી રંગ્યું આ આકાશનું કેનવાસ,

કેવું સોહામણું સુંદર લાગે આસમાન,

પંખીઓને પણ રંગબેરંગી બનાવ્યા,

આપ્યા ધરતીમાં અનેક રંગ,

રંગબેરંગી ધરતી લાગે જાણે નવી નવેલી દુલ્હન,


માનવીને સર્જી બનાવ્યું રંગબેરંગી જીવન,

માનવીનાં જીવનનાં રંગ હર પળે બદલાય,

આજે ખુશીનો તો,

કાલે ઉદાસીનો રંગ છે,

સુખ દુઃખ સંગ સંગ છે,

આજે ભડકિલો ચમકીલો રંગ છે,

તો કાલે ફિક્કો રંગ છે,

માનવીનાં હૈયે અલગ અલગ ઉમંગ છે,


એક પળે અંધકાર

તો બીજી પળે ઉજાસ છે

આમ જીવનની ઉજાણી ખાસ છે,

એક જ રંગ લાગે નીરસ,

વિવિધ રંગોથી જીવન લાગે સરસ,

જીવન બને સુંદર રંગોળી જો રહીએ આપણે મળીને અરસ પરસ,

જીવન ચિત્રની સુંદરતા માટે જરૂરી છે

બધા રંગોની મેળવણી,

બસ આ જ સમજ આપે છે આ જીવનની કેળવણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational