STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કોઈક તો કહો મને હું કોણ છું ?

કોઈક તો કહો મને હું કોણ છું ?

1 min
173

શું કહું મારી જાત ને,

હું કોણ છું ?

ક્યારેક વહી જતી ક્ષણ છું,

ક્યારેક યાદોનો વંટોળ સર્જતું શુષ્ક રણ છું,

ક્યારેક વિચારોથી ઠસોઠસ ભરેલું અદભૂત મન છું,


ક્યારેક લાખો ડિગ્રીઓ છતાં,

માનવીનું મન

ના વાચી શકતો એવી અભણ છું,

ક્યારેક ગીત છું ક્યારેક સંગીત છું,


ક્યારેક બીજાના અધર પર ફરકતું સ્મિત છું,

ક્યારેક વાચાળ તો ક્યારેક મૌન છું,

લોકોને હકીકત દેખાડતો હું દર્પણ છું,


ક્યારેક લાખો લોકોમાં જાણીતો

ખુદથી અજાણ છું,

શું કહું મારી જાત ને,

હું કોણ છું ?

કોક તો કહો મને હું કોણ છું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational