કરી તો જો
કરી તો જો
પરદેશની યાત્રા ક્યાં કરવી છે મારે,
તું વિસામો ખાવાં ખાતરી કરી તો જો,
સ્વદેશી સમજી ડૂબકી લગાવી મેં તો,
તું સ્વજન બનવા પોતાનો કરી તો જો,
પરદેશના ઠાઠ-માઠથી અંજાય નહીં જાઉં,
એકવાર આગળ આવી વધાવી તો જો,
દરિયાના તળ ક્યાં માપવા મારે,
ખાલી હૃદયમાં જગ્યા કરી તો જો.
