STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવન પણ દરિયા જેવું

જીવન પણ દરિયા જેવું

1 min
182

આ જીવન પણ દરિયા જેવું,

મારે જાવું પેલે પાર,


મારી જ નૌકા,

કર્મના હલેસાં મારું,

મોહનું લંગર હું છોડી નાખું,

આત્મવિશ્વાસના તરાપાથી આગળ ધપાવી,

સુખ દુઃખનાં મોજાં ઉછળે,

મોજાની કરું અવગણના,

ઈશ્વર છે નાવિક પછી મારે શું ચિંતા ?


મસ્ત મારી નૌકા,

મનને શાંતિ મળે એવા કરું હું કામ,

સવાર સાંજ જપું ઈશ્વરનું નામ,

ઈશ્વરને ગમે એવા કરું હું કામ,

ધીરે ધીરે હલેસાં મારી કરું હું દરિયો પાર,

કર્મના હલેસાં ને આત્મવિશ્વાસનો તરાપો મારે સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational