STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

3  

Jagruti rathod "krushna"

Inspirational

એક વાત કરૂ

એક વાત કરૂ

1 min
264

અરે સંભાળ ઓ તિતલી,

જો તું કહે કે હું કાન ધરું,

 આવ તને એક વાત કરૂ..!


જેમ તું આજ આવીને મળી,

એમજ હું આજ મને મળું,

આવ તને એક વાત કરૂ..!


રંગબેરંગી આ પાંખો છે તારી,

એવા રંગ હું જીવનમાં ભરું,

આવ તને એક વાત કરું..!


મધુરતા તું જેવી ચૂંટે ફૂલોની,

મધુરતા એવી વાણીમાં ધરું,

આવ તને એક વાત કરું..!


ઊંચી ઉડાન ભલે ના તારી,

 આપે શીખ કોઈને ન નડું,

 આવ તને એક વાત કરૂ..!


હું પણ ચાહું આકાશ ખુલ્લું

મુકત બની જ્યા હું ઊડું,

 આવ તને એક વાત કરૂ...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational