STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

સ્નેહગાંઠ

સ્નેહગાંઠ

1 min
215

પ્રેમ પદારથ એવો છે અકળ, 

બંધ મોઢું ને છે નયન સજળ,


મનમાં ખુબજ વલોવણા થાય, 

કહેવું હોય તે કહી ન શકાય, 


અતિશય પ્રેમમાં આવું જ થાય, 

બીજાની ફિકરમાં જીવ કપાય, 


જીવવું સ્વત્રંત, રહેવું છે સાથે, 

નિજ અલગ સપનાનો ભાર માથે, 


સફળતા મળતા અહમ જાગે, 

અલગ પોતાનું અસ્તિત્વ માંગે, 


રોજરોજ કકળાટ ઊભો થાય, 

જોરથી અહંકાર ઉછાળા ખાય, 


સમાધાન પણ ક્યાં થાય થોડું, 

મૂળમાં છે પ્રેમ, થાય નહીં મોડું,


સમર્પણ ભાવના છેવટે લાવે, 

પોતાની ભૂલો તોજ સમજ આવે, 


તારું મારું કરતા ક્લેશ થાય, 

સહિયરે દુઃખ હળવું થતું જાય, 


શીખી આ જીવન તણો પાઠ, 

મજબૂત બની જશે સ્નેહગાંઠ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational