સં-બંધ-ન
સં-બંધ-ન
તમે મારા છો એ બહુ જ મોટી ઘટના છે
પણ પહાડો વચ્ચે જઈ ને
પડઘા નથી પાડી શકતો
એ મોટી વિટંબણા છે
કીડીને પણ સંભળાય જાય
તો “માણસાઈયુ “ઊભરાય જાય છે
આતો “ગાંડા” હાથીઓનો મલક છે
સંવેદના સેવો તો કચડાય જાય છે
એ સાચું કે પ્રેમ કાંઈ વારંવાર નથી થતો
પણ દરેક વખતે એ વ્હેમ જ નથી હોતો

