સમયનો સાદ સૂણો લડવૈયા
સમયનો સાદ સૂણો લડવૈયા
ખુદ મેદાને હાલ્યું રણશીંગું
દે હોંકારો ધાજો રખવૈયા
સમયનો સાદ સૂણો લડવૈયા,
નજર બૂરી જ ઈરાદા નઠારા
ના જ પોંખશો પાખંડી ઓળા
મીટાવજો કલંક કથાઓ છૈયા
સમયનો સાદ સૂણો લડવૈયા,
ફૂલીફાલ્યા જ છે દૂષણો રંગે
રાજકરણ રમતું ઠગોને સંગે
નથી કાયર દો પડકારો ભૈયા
સમયનો સાદ સૂણો લડવૈયા,
જનશક્તિ એ મહાશક્તિ શાસન
વતન વીરો કુચળજો કુશાસન
જુએ રાહ જ પરિવર્તન ખેવૈયા
સમયનો સાદ સૂણો લડવૈયા
લોકશાહી પથ ભાઈ જનશ્રેયી
જન ચેતનાની ઉજાસી જ પ્રેયી
ધરી હામ ધાજો વીર સવૈયા
સમયનો સાદ સૂણો લડવૈયા.
