STORYMIRROR

Drsatyam Barot

Inspirational

4  

Drsatyam Barot

Inspirational

સમયની રીત🌳🌳

સમયની રીત🌳🌳

1 min
27.1K




ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા



જિંદગી ચાલે સમયની રીત પર,.

જ્યાં નથી જીવન તણો પળનોય ડર.


આ સમય એવો બન્યો છે ગુપ્તચર,

જે બધી મનસા ઉપર રાખે નજર.


સાચવ્યો જેણે સમયને છે સુખી,

ને દુ:ખી કરતા નથી એની કદર.


ઘર નથી હોતું સમયનું ક્યાંય પણ,

તે છતાં કણકણ મહીં એનું જ ઘર.


આ સમય સૌની ઘણી રાખે ખબર,

પ્રેમ એનો હોય છે લાલચ વગર.


આપતો પળપળ બધાને ખુશખબર,

માનવું ના માનવું જેની નજર.


જિંદગી હસતી બધાંની રાખવા,

આટલી મોટી સમય ખેડે સફર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational