સમયની પળો
સમયની પળો
સમયની પળો તો ટળે ના કદી,
ગયો જે સમય એ મળે ના કદી,
મળી જિંદગી છે કરી લો સફર,
વખતના વહાણો વળે ના કદી,
કરમના આ વૃક્ષો ઉછેરો તમે,
સમયથી પહેલાં ફળે ના કદી,
સ્મરી લો પ્રભુને, ભજી લો ભજન,
પ્રભુ માનવીને છળે ના કદી,
જગત આંગણે વાગે ઠોકર છતાં,
નઠારો અહં ઓગળે ના કદી,
ભલે શ્વાસ પૂરો તમે દામ દઈ,
બુઝે દીપ તો ઝળહળે ના કદી,
સમય સાચવે એને કોની ફિકર,
નમાયાં છતાં ટળવળે ના કદી.
