સમયની ચાલને
સમયની ચાલને
ઓળખી રહ્યો છું સમયની ચાલને...
વિહરી રહ્યો છું પ્રથમાને ખૂણે ખૂણે..,
સિંચી રહ્યો છું અનુભવોના તાણા..,
રહ્યો છું વળગી તેજ સમા પ્રકાશને..,
ઊભો છું ઓજાસની આશાઓ પર..,
ઓળખી રહ્યો છું સમયની ચાલને....
વળગી રહ્યો છું નસીબની લકીરોને..,
રહ્યો છું સાચા શમણાંઓની સાથે..,
છતાં છું હું પારબ્ધથી બંધાયેલો..,
રહ્યો છું પોતાનામાં 'તાજ' હું...
ઓળખી રહ્યો છું સમયની ચાલને....
