STORYMIRROR

Mahebub Sonaliya

Drama Tragedy

3  

Mahebub Sonaliya

Drama Tragedy

સમયને જીતવા

સમયને જીતવા

1 min
11.5K



સમયને જીતવા માટે સતત હારી રહ્યો છું હું,

છતાં આ જિંદગીને રોજ પડકારી રહ્યો છું હું,


મને દર રોજ બસ એવી રીતે મારી રહ્યો છું હું,

હસું છું, આંસૂંઓ પણ એકલો સારી રહ્યો છું હું,


હજી મારા જ નામે છેતરાવાના છે સૌ વિક્રમ,

ભલેને માણસોને રાત-દી' ચારી રહ્યો છું હું,


લડાઇ જ્યારથી છે આદરી આ જાત સામે મેં,

સતત જીતી રહ્યો છું હું, સતત હારી રહ્યો છું હું,


ભલે જાહેરમાં ઠાર્યા છે બળતાં કેટલાયે ઘર,

બળેલા હાથ પણ એકાંતમાં ઠારી રહ્યો છું હું,


કે મારા બાળકો આરામથી જીવી શકે તેથી,

ઘણાં સપનાઓ મારા હાથથી મારી રહ્યો છું હું,


હવે મહેબુબ તારી યાદનો પોશાક પહેરું છું,

આ જરજર થૈ રહેલો દેહ શણગારી રહ્યો છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama