સમયનાં વહેણ સાથે ચાલ્યાં કરું
સમયનાં વહેણ સાથે ચાલ્યાં કરું
સમયનાં વહેણ સાથે ચાલ્યા કરું,
પ્રેમના લખલૂટ ખજાનાને લૂંટ્યા કરું,
પરિસ્થિતિની હું ક્યાં ફરિયાદ કરું છું,
કાદવમાં પણ કમળ બની ખીલ્યા કરું છું,
નિષ્ફળતાની લગીરેય ફરિયાદ નથી મને,
સફળતાના આકાશે પતંગ બની ઊડ્યા કરું,
દરિયાના સમાં વહેણની ક્યાં ટિપ્પણી કરું છું,
બસ નાવ બની સામા પ્રવાહે તર્યા કરું છું,
નસીબની સામે કોઈ ફરિયાદ નથી મને,
ઈશ્વર જેમ રાખે એમ રહ્યા કરું છું,
ખબર છે મને હું જ મારી ભાગ્યવિધાતા છું,
એટલે ખરાબ કર્મોથી ડર્યા કરું છું,
કોઈ સાથે ચાલે કે નાં ચાલે કંઈ ફરક ન પડે,
બસ એકલી એકલી મંઝિલ મેળવવા ચાલ્યા કરું છું,
સાગરને મળવા હું તલપાપડ છું,
એટલે સરિતાની જેમ સતત વહ્યા કરું છું.
