STORYMIRROR

Twisha Bhatt

Inspirational

4  

Twisha Bhatt

Inspirational

સમયના સથવારે

સમયના સથવારે

1 min
271

ઊગતાં સૂરજની આભા ઓઢી,

ઢળતી નિશાની ચાંદની છોડી,

ચાલ તું ઓ માનવી ! સમયના સથવારે.


પ્રાચીનથી અર્વાચીન સંસ્કૃતિના પથ પર,

અમાન્ય રીત રિવાજોને તિલાંજલિ આપી,

ચાલ તું ઓ માનવી ! સમયના સથવારે.


ચોફેર માયા ને લોભ લાલચની હોડ,

ખોવાઈ ગઈ સંબંધોની અમૂલ્ય દોર,

ચાલ તું ઓ માનવી ! સમયના સથવારે.


જીવનનો પ્રવાસ ખેડી આવ્યાં ઘડપણને આરે,

સમજાઈ કિંમત ખોવાયેલાં સંબંધોની આજે,

 ચાલ તું ઓ માનવી ! સમયના સથવારે.


હવે સમજાયું જીવનભર શું પામ્યા ને શું ખોયું ?

પણ થયું બહુ મોડું જ્યારે સત્ય છે જાણ્યું,

ચાલ તું ઓ માનવી ! સમયના સથવારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational