STORYMIRROR

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

સમય

સમય

1 min
359

કદર ના કાળની કરતો,

જનમમાં ક્યાંય ના ઠરતો.

ઉધામાં છો ને એ કરતો,

કદીયે સુખને ના વરતો.


ઉચાળા નિત્ય એ ભરતો,

જીવનની શાંતિને હરતો.

બની જે આળસુ ફરતો,

ન મોતી ચારો એ ચરતો.


ન જીવન બાગ નિખરતો,

બની પીળું પર્ણ એ ખરતો.

નંદી છો ફક્કડ થઈ ફરતો,

કદી ના શાંતિમાં સરતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational