STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

સમય

સમય

1 min
304

અર્થના અનર્થ કરી જાય છે,

વ્યર્થ વાતો ઘર ભરી જાય છે,


એક ઘા ને બે કટકા થતાં ઘડીમાં,

મુખેથી શબ્દો જ્યાં સરી જાય છે,


હૂંડી પર ભરોસા ક્યાંથી કરે,

લખેલા લખાણે ફરી જાય છે,


જાત ઘસીને પૂજાય છે કોણ ?

મુરાદોમાં તારા થૈ ખરી જાય છે,


જોયા છે જગતમાં આજે પણ,

રામના નામે પથ્થર તરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational