સમય
સમય


સમય સરી જાય તે પહેલાં,
બે હાથથી બાથભરી જીવી લેજો,
દિવસ રાત જાય તે પહેલાં,
ઘડિયાળનાં કાંટે ચાલી લેજો,
કોઈ પળ એવી ના રહી જાય,
તે પહેલાં સમય સાથે જીવી લેજો,
વરસો ગયા થયા ધોળા..
આમ કરતાં સમય સરી ના જાય,
વતર્માન રચી લેજો,
કયાંક ઇતિહાસ ના બની જાય,
સમય સરી જાય તે પહેલાં,
બે હાથ થી મન ભરીને જીવી લેજો.