સમય તો ચાલ્યો જવાનો છે
સમય તો ચાલ્યો જવાનો છે
હાથ મિલાવવાનું છોડી દીધું છે, સાથ આપવાનું ના છોડ તો તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે,
તકલીફોને તકમાં ફેરવી આપવાની કોશિશ કરજે તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે,
મુરઝાયેલા ચહેરાને હિંમત આપી હસાવી લે જે તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે,
મજબૂર માણસને મજબૂત બનવાજે તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે,
એકલતામાં ડૂબેલાને આનંદ અપાવજે તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે,
મનથી ભાંગી પડેલાને મનભરી મોજ કરાવજે તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે,
સારા કે ખરાબ સમયમાં તારા સંપર્કમાં રહેલ દરેકને યાદ આવવો જોઈએ તું,
કેમકે સારો હોય કે ખરાબ સમય તો ચાલ્યો જવાનો છે.