સમય સાથે કરી લીધી દોસ્તી
સમય સાથે કરી લીધી દોસ્તી
જિંદગીની સફરને ખુશી ખુશી કાપતી ગઈ
વિખરાયેલી ખુશીઓને એકત્રિત કરતી ગઈ
મુરઝાઇ ને પછી પણ ખીલતી ગઈ
સુવાસ લોકોના જીવનમાં ફેલાવતી ગઈ
મૌસમ વિના પણ મહેકતી ગઈ
સમયની સાથે ડગલાં ભરતી રહી
દુઃખને મારી લાત ખુશીઓને
સંગ રાખતા શીખી ગઈ
આંસુઓની શાહી બનાવી વ્યથાઓને
ગઝલમાં વર્ણવતા હું શીખી ગઈ
દુઃખપછી સુખ આંસુ સાથે હંસી છે
ઉદાસી સાથે ખુશી છે પાનખર પછી વસંત છે
કુદરતના આઅફર નિયમ સાથે
તાલમેલ સાધતી રહી
નિરાશાના વાદળપાછળ છુપાયો
આશાનો સૂરજ એનો ઇન્તેઝાર કરતી રહી
જીવનમાં ખળખળ વહેતા
ઝરણાની જેમ સદા વહેતી રહી
જીવન સંગ્રામમાંઆત્મવિશ્વાસ રૂપી
તલવારથી લડતી રહી
આજે નહિ તો કાલે
મારી મંઝિલ ચોક્કસ મળશે જ
એવી ઈશ્વરમાં આસ્થા
અને ખુદ પર ભરોસો રાખી
જીવન પથ પર ચાલતી રહી
