STORYMIRROR

Khyati Anjaria

Inspirational Others

3  

Khyati Anjaria

Inspirational Others

સમય ચક્ર

સમય ચક્ર

1 min
527

જે આંગળીઓ ઝાલીને,

નિશાળના પહેલા પગથિયાં ચડ્યા,

એ હાથ ઝાલવો ભારે છે.


જે મા-બાપના સહારે,

બાળપણ સલામત વીત્યું,

યુવાનીમાં એમનો સહારો બનવું ભારે છે.


બાળક તોફાન કરતા,

માં-બાપ તેમને વઢતા,

બાળક રડતા,

જીવ બળતો માબાપનો,

છૂપું છૂપું રડતા.


બાળકની નાની મોટી ફરમાઈશ,

પૂરી કરતા મા-બાપ,

જરાક બાળક જો બીમાર પડે તો,

આકુળવ્યાકુળ થતા માબાપ.


બાળકના ભવિષ્ય ખાતર,

આકરી મહેનત કરતા માબાપ,

દરેક આફતથી બાળકને,

બચાવતા, વહાલ કરતા માબાપ.


આજે બાળક યુવાન બન્યો છે,

મા-બાપ ઘરડા લાચાર છે,

ચક્ર ફર્યું છે સમયનું જયારે,

સેવા કરવા કોણ તૈયાર છે ?


ઘરની છત છોડાવી,

ઘરડાઘરનો રસ્તો બતાવે,

ધૂળ પડી આ ભણતરમાં તારા,

સ્વાર્થી બની છે તારી યુવાની.


ફરી પલટાશે ચક્ર આ સમયનું, 

તારો વારો પશે,

ઘડપણ એક હકીકત છે,ણ આવ

ત્યારે તને માબાપની વ્યથા સમજાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khyati Anjaria

Similar gujarati poem from Inspirational