STORYMIRROR

Kalpesh Vyas

Inspirational

4  

Kalpesh Vyas

Inspirational

સમય અમે કાઢી શક્યા નહી

સમય અમે કાઢી શક્યા નહી

1 min
296

એમણે સંદેશા મોકલ્યા, 

સંદેશા અમે વાંચી શક્યા નહી,


વ્યસ્ત એટલાં હતા કામમાં, 

કે જવાબ પણ આપી શક્યા નહી,


વાટ અમારી એ જોતા રહ્યા

મુલાકાત અમે કરી શક્યા નહી, 


કોઈક સંકેત હતો સંદેશમાં, 

તરજૂમો કેમ કરી શક્યા નહી ?


ઘડીયાળનું ચિન્હ જોવા છતા, 

ઇશારો અમે સમજી શક્યા નહી, 


સમય એમણે તો કાઢી લીધો, 

સમય અમે કાઢી શક્યા નહી.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational