સ્મરણોમાં સતત ઝંખી છે તને
સ્મરણોમાં સતત ઝંખી છે તને
સ્મરણોમાં સતત ઝંખી છે તને.....(૨)
હવે બધે તુજ દેખાયા કરે છે,
આપસની દૂરીયો દૂર કરી હવે,
તારામાં આપ બની પરોવાઈ જવું છે,
પામેલા મોંઘા મૂલા આ સાથ ને,
હવે જિંદગીભર નિભાવી લેવો છે,
દિલની નિવથી પ્રગટેલી સંબંધની નાવથી,
જિંદગી રૂપી સમુદ્રને સાથે સર કરવો છે,
'કેલાલ' તણો ખમીરવંતો ખલાસી બની,
સાથ તારો સદાય નિભાવો છે..
સ્મરણોમાં સતત ઝંખી છે તને.....(૨)

