સ્મરણાંજલિ - 5
સ્મરણાંજલિ - 5
ભિક્ષુ અખંડ-આનંદ (અખંડાનંદ)
(શિષ્ટ અને સસ્તા સાહિત્યનાં પ્રચારક સંત)
જન્મ- રપ/૧/૧૮૭૪ મૃત્યુ- ૩/૧/૧૯૪ર
લલ્લુભાઈ ઠક્કરે લીધો અનેરો આનંદ,
સંન્યાસ ધારીને બન્યા ભિક્ષુ અખંડાનંદ,
શિષ્ટ ને સસ્તા સાહિત્ય માટે કમર કસી,
સાહિત્ય સેવક બન્યા એવું સાહિત્ય પીરસી,
સાહિત્યની યાત્રા હવે વિરાટ વૃક્ષ બની,
સસ્તામાં સંતોષાય સાહિત્યભૂખ માનવની,
’સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ સ્થાપ્યું,
’અખંડાનંદ’ નામે માસિક બહાર પાડયું,
વાંચવા ભેટ આપ્યાં પુસ્તકો દસ હજાર,
(એમ.જે. પુસ્તકાલય, અમદાવાદ)
વાંચીને વાચકો આનંદ મેળવે અપાર.