સ્મરણાંજલિ - 4
સ્મરણાંજલિ - 4
સમર્થ રામદાસ સ્વામી
( શિવાજીના ગુરુ )
જન્મ- ૧પ/૩/૧૬૦૮ મૃત્યુ- ર/૧/૧૬૮ર
શિવાજીમાં જગાવી વિજયોની આશ,
એવા હતા સમર્થ સ્વામી રામદાસ,
નારાયણ હતું તેઓનું મૂળ નામ,
જન્મ થયો તે મહારાષ્ટ્રનું જાંબા ગામ,
સંત કવિ એકનાથ તેઓના મામા,
સંતો પાસે રહેવા લાગ્યા તેઓના ધામા,
મઠો સ્થાપી સંત પરંપરા જાળવી,
શિવાજીના ગુરુ બની શકિત પૂરી નવી,
પ્રામણિકતાના પાઠ શીખવી ગયા,
સુરાજયનો મંત્ર આપી વિદાય થયા.
