STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

સ્મરણાંજલિ - 1

સ્મરણાંજલિ - 1

1 min
397

મહાદેવભાઈ દેસાઈ

(ગાંધીજીના અંતેવાસી)

જન્મ- ૧/૧/૧૮૯ર   મૃત્યુ- ૧પ/૮/૧૯૪ર


હૃદયે ભારોભાર સેવા ને સચ્ચાઈ,

એવા એક હતા મહાદેવ દેસાઈ,


મહાન સેવક ને નમ્રતાની મૃર્તિ,

સરળતા કરે એના ગુણોમાં પૂર્તિ,


’સત્યના પ્રયોગો’ ને અંગ્રેજીમાં ઢાળ્યા,

ગાંધી સંગ રહી નિયમો બધા પાળ્યા,


’બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ’ લખ્યો,

’ડાયરી’ લખીને તેઓએ દિવસ સજાવ્યો,


સુરતના સરસ ગામની છાતી ફૂલાય,

નિજ ધરામાં જન્મેલ વીરલો વખણાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational