STORYMIRROR

Mahebub Sonaliya

Thriller

3  

Mahebub Sonaliya

Thriller

સમજદારી દિવાનાને સમજવામાં નથી

સમજદારી દિવાનાને સમજવામાં નથી

1 min
26.6K


સમજદારી દિવાનાને સમજવામાં નથી હોતી,

સરળતા એટલે કોઈ કવિતામાં નથી હોતી,


બને છે એવી ઘટમાળા જે ધાર્યામાં નથી હોતી,

જે ધારી હોય છે દુનિયા તેં દુનિયામાં નથી હોતી,


રહી છે એટલે તો પર બધાં વાદો વિવાદો થી,

શુકર છે મુસ્કુરાહટ કોઈ ભાષામાં નથી હોતી,


વધારે યોગ્યતાથી કોઈને કૈ પણ ન દે ઇશ્વર,

જે પીડા હોય છે મહેલોમાં, કૂબામાં નથી હોતી,


સહજતાથી છુપાવી લઉં છું તેને એક બહાનાથી,

તિરાડો દર વખત જોકે અરીસામાં નથી હોતી,


નીરૂત્તર હોઉં છું 'મહેબુબ' જ્યારે મન કદી પૂછે,

'ભલા માણસની દુનિયા કેમ દુનિયામાં નથી હોતી?'



Rate this content
Log in

Similar gujarati poem from Thriller