સ્મિતે કરી કમાલ આજ
સ્મિતે કરી કમાલ આજ
નીકળ્યો સાંજે લટાર મારવા ફુરસદ લઈને આજ,
નિશ્ચય કર્યો મળે જે પણ મારગમાં આજ,
દરેકને આપવું એક મીઠું સ્મિત આજ.
એક સ્મિતે તો કરી દીધી ગજબની કમાલ આજ,
ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ કરાવી દીધો,
એક સ્મિતે તો કેટકેટલા સંબંધો બનાવી દીધા.
રસ્તામાં મળ્યાં સૌથી પહેલાં એક વૃદ્ધકાકા,
કાકાને આપી દીધું એક મીઠું સ્મિત મેં તો,
કાકાએ સામે બેટા કહીને પુકાર્યો મુજને,
લો આજે તો બાપ બેટાનો સંબંધ બંધાઈ ગયો.
આગળ જતાં બગીચામાં દેખાયાં નાના ભૂલકાંઓ,
નાના મોટાનો ભેદ ભ
ૂલીને,
એમને પણ આપી દીધું મેં તો એક સ્મિત,
ત્યાં તો નાના ભૂલકાંઓ તો,
અંકલ અંકલ કહીને ચારે તરફ ઘેરાઈ ગયાં,
આજે તો બાળપણ યાદ કરાવી દીધું ભૂલકાંઓએ.
ત્યાંથી બે ડગલાં આગળ વધ્યો,
તો મળી ગયું દોસ્તોનું ટોળું,
ને એમને પણ વિના ઓળખાણ,
આપી દીધી મેં તો સ્મિત.
લો ત્યાં તો એમના ગૃપમાં,
કરી દીધો સામિલ મુજને
ને મળી ગયાં નવા નવા દોસ્તો મુજને.
લો એક સ્મિતે તો કરી દીધી ગજબ યાર
કરી દીધી કમાલ આજ,
ને ઉઠાવી મેં તો કલમ આજ !