સ્મિત
સ્મિત
ખોલી નાખે હદયના બંધ દ્વાર,
લઈ જાય સફળતાની આરપાર.
સુંદર વ્યક્તિત્વનું દર્પણ છે સ્મિત,
હૈયાને કરે છે તર્પણ આ સ્મિત.
ના કોઈ ભાષાની જરૂર, ના શબ્દોની,
સહજ રીતેજ વ્યક્ત થાય છે સ્મિત.
દુઃખમાં પણ ના રહો ઉદાસ,
સ્મિત રાખો હોંઠ પર તમે ખાસ.
ગમતી વાત સાંભળી સૌના ચહેરા પર આવે સ્મિત,
રિસાયેલા પણ માની જાય આવી જાય તેના ચહેરા પર સ્મિત.
માનવ જાત માટે બન પ્રેરણામૂર્તિ,
દુઃખમાં પણ રાખ તારા હોઠે સ્મિત.
