સમાધાન
સમાધાન
અજર, અમર અને માત્ર એ જ સદંતર છે,
સમજી શકો સમય ને, તો સમય મોટો વર છે,
સમય છે દરેકે દરેક વસ્તુથી પર
સમયથી ક્યાંય કશુય ઉપર છે ?
ઇતિહાસ હોય કે ભૂગોળ, બધુ સમયને આધીન છે,
સમયની વાત નિરાલી, સમય સર્વકાલીન છે,
સમય છે દરેકે દરેક વસ્તુથી પર,
સમયને સમજી લઇએ તો થઇ જવાય આફરીન છે,
દરેક વસ્તુના છેડે, સમયનું અનુસંધાન છે,
સમય છે જ્ઞાન, સમય વિજ્ઞાન છે,
સમય છે દરેકે દરેક વસ્તુથી પર,
સમય દરેક સમસ્યાનું આખરી સમાધાન છે.
