સળગે છે
સળગે છે


હોમાઈ ગયું છે બચપણ હોળીમાં,
હવે તો યુવાની ભડભડ સળગે છે,
તાજી ફૂટેલી કૂંપળો સૂકાઈ ગઈ,
કે બાગની કોઈ વ્યથા સળગે છે,
તાપણું તારી યાદનું ખૂબ દઝાડતું,
આંખોમાં બેસી દરિયો સળગે છે,
વિચારોનાં રંગો કેટલા છે રંગીન,
અહીં તો દિલ માં 'ઉમંગ' સળગે છે,
રંગોનાં તહેવારની રાહ જોતાં રહ્યાં,
હવે તો ઉજાણીની અપેક્ષા સળગે છે.