સલાહ
સલાહ
વણ માંગી સલાહ આપતા નહીં,
કોઈ શૂળીએ ચઢાવે ચઢતા નહીં.
કોઈના રૂપિયા ખોટા કરતા નહિ,
બોલીને પછી ક્યારેય ફરતા નહીં.
વાતોના કોથળાઓ ભરતા નહીં,
ખબર હોય કુવો છે, પડતા નહીં.
કોઈની બંધ મુઠ્ઠીને ખોલતા નહીં,
શરાબ પી' ને બજારે ડોલતા નહીં.
સમયને પકડવા માટે દોડતા નહીં,
પાણી ગયું પછી પાળ બાંધતા નહીં.
વ્યાજે લઈ ક્લબમાં રમતા નહીં,
દુશ્મનોની સામે પાછા પડતા નહીં.
ભૂલ કરી પછી મસ્તક કૂટતા નહીં,
આંખોનું કણું બનીને ખૂંચતા નહીં.