સજાવી હૃદયમાં
સજાવી હૃદયમાં
છંદ : મુત્કારીબ
લગાગા લગાગા લગાગા લગાગા
લગાવી નયનમાં સજાવી હૃદયમાં.
છબી મેં તમારી મઢાવી હૃદયમાં.
લખું નામ પ્રીતમ કલમથી તમારું,
સજાવું કવનને વધાવી હૃદયમાં.
રહ્યું ક્યાં હવે હાથમાં દિલ અમારું,
સફર જિંદગીની ચણાવી હૃદયમાં.
બની શ્વાસ તારો કરું કેમ અળગો!
લગાવી ગળે ને વસાવી હૃદયમાં.
છૂપાવું હવે ક્યાં હરખની આ હેલી,
ભીની ઝાકળો માં વહાવી હૃદયમાં.