સિમેન્ટનું જંગલ
સિમેન્ટનું જંગલ
આ મારો દેશ જાણે સિમેન્ટનું જંગલ,
અહીં આવો તો થાય સવ કોઈનું મંગલ.
અહીં ઘણા બધા સુખી ફરે છે,
તો ઘણા બધા ખુશીની શોધમાં,
અહીં ઘરમાં જમણ સાવ ઓછું,
વધુ જમણ ખવાઇ છે લોજમાં.
અહીં પંખીનો કલરવ સાવ ઓછો,
અહીં યંત્રોના સુર સંભળાય જાજા,
ચારે બાજુ જુવો તો વૃક્ષ ન દીસે,
બસ વિકાસના નામે મૂકી છે માજા.
પૈસા મેળવવાની ભાગ દોડ જાજી,
અહીં તહેવારો ઉત્સવો બહુ વ્હાલા,
ફેશનનો વાયરો એવો તે ઉડયો છે,
અહીં દેખા દેખીની છે બોલબાલા.
સંસ્કાર સંસ્કૃતિ ઓછી દેખાય અહીં,
બસ પોત પોતામાં સવ રહે છે રાજી,
ઉઠતા બસ પામું હું પૈસા અપાર અને
સાકાર કરવા સપના ખેલતો એ બાજી.
છતાંય હજુ માનવતા ખાંડીને ભરી છે,
અહીં થોડો ઘણો સહકાર થોડું દંગલ.
આ મારો દેશ જાણે સિમેન્ટનું જંગલ,
અહીં આવો તો થાય સવ કોઈનું મંગલ
