શ્યામ સુંદર ગિરિધારી
શ્યામ સુંદર ગિરિધારી
ઓ શ્યામ સુંદર ગિરિધારી, હું આવ્યો દ્વારે તારી,
તને મળવાની રઢ લાગી, ઓ શ્યામ સુંદર ગિરિધારી,
સુખ દુઃખના ચક્કર માંહી હું ભીંસાયો ભારી,
મને લે જે તું ઉગારી, ઓ શ્યામ સુંદર ગિરિધારી,
જીવનભર હું આમ તેમ ભટક્યો, ઉંમર વીતી ગઈ મારી,
કૃપા વરસાવ તું તારી, ઓ શ્યામ સુંદર ગિરિધારી,
જીવનનૈયા મઝધાર વચ્ચે, ડોલવાને લાગી,
પાર લઈ જા નૈયા મારી, ઓ શ્યામ સુંદર ગિરિધારી,
તું કરુણાનો સાગર છો ને, લીલા છે તારી ન્યારી,
શરણે આવ્યો 'મુરલી' તારી, ઓ શ્યામ સુંદર ગિરિધારી.
