STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

શ્યામ કહું કે કૃષ્ણ

શ્યામ કહું કે કૃષ્ણ

1 min
130

શ્યામ રે સંતાયો મારો 

મથુરાની વાટે..

બહુ રે ના તરસાવો હવે..

હૃદયની તરસને, 

શ્યામ રે સંતાયો મારો,


શોધુ રે ક્યાં એને એકલતાની વાટે,

થાકી છે આંખો મારી ઢળતી આ રાતે,

ઘેલુ થયું છે મન,

યશોદાના લાલમાં,

બહુ રે ના તરસાવો હવે..

હૃદયની તરસને, 

શ્યામ રે સંતાયો મારો,


ગોકુળની ઘેલી ગોપી સાદ કરે છે,

આકુળ વ્યાકુળ થઈને શ્વાસ ભરે છે,

આવી જા આજ મારી,

મનની એ બાનમાં,

બહુ રે ના તરસાવો હવે..

હૃદયની તરસને, 

શ્યામ રે સંતાયો મારો,


ગીતાને ગાઈ એણે માનવ્ય કાજે,

જાગી છે માનવ હૈયે વીરતા આજે,

જીવન પૂર્યું જગતમાં.

ખાલી ખોળીયામાં,

બહુ રે ના તરસાવો હવે..

હૃદયની તરસને, 

શ્યામ રે સંતાયો મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational