શ્વાસનો ઉતારો
શ્વાસનો ઉતારો
ત્યાં મારા શ્વાસનો ઉતારો હતો,
જીવ એને ઘર માનનારો હતો,
મળતાં ઘર, માલિક બની બેઠો હતો.
ગણતરી કૅલેન્ડર નેેે ઘડિયાળની કરી,
જન્મ મૃત્યુની વય, એમ નક્કી કરી,
જિંદગીને આવિષ્કારથી ભરી
ને અહમની શરૂઆત કરી.
રહ્યું નહિ, હરિનું સ્મરણ,
ભૂલી કર્મ ને કરુણા, કાળમુખી બન્યો માનવ
પશુ,પક્ષી ને સ્ત્રીને ભરખવા લાગ્યો માનવ.
ભ્રષ્ટાચાર, અત્યાચાર, અનીતિ આચરનારો,
રોકે, ટોકે, કોણ એને ? દુરાચારવાળો,
થઈ, ત્રાહિમામ ધરા અનેેે પ્રકૃતિ,
કર્યો સહાર,સમદૃષ્ટિયે ચોખ્ખી થઈ સૃષ્ટિ.
મહેમાન છો તું, મહેમાન થઈ ધરા પર રહે,
માનવ તું, માનવતા મહેકાવતો આવતો રહે,
જીવ છો તું, ચોર્યાસી લાખ ફેરા ફરનારો,
મેળવે મોક્ષ એ સાચો ધર્મ પાળનારો.
મેસેજ માણસને કરી દેવો,
"શરીર છે, માત્ર શ્વાસ નો ઉતારો"
સમજ નહીં, એને અમર ખજાનો તારો.
જીવો અને જીવવાદો, નથી એકનો ઈજારો
પશુ, પક્ષી, જીવજંતુ ને માનવ મહેરામણ,
અધિકાર સૌને, સમાન જીવન જીવવાનો,
અત્યાચારીથી કહેર અહીં વરસવાનો.
પ્રભુ, ઈશ્વર, ખુદા, કોઈનો ક્યાં સગો થવાનો,
આચાર, વિચાર, સહિષ્ણુતા,
આહાર, વિહાર,વર્તુણકતા,
પાછા ફરો વેદોમાં, લાવો પૌરાણિકતા.