STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

શ્વાસ

શ્વાસ

1 min
233


જન્મતાં માનતા, આખડી થાય છે! 

શ્વાસ લેતાં પછી આવડી જાય છે,


જેમ ઉંમર વધે ને પ્રલોભન વધે, 

લાલસાનો નશો પણ ચડી જાય છે! 


પાપ સંસારમાં છે વધે જેટલા, 

ડોલતી કર્મની નાવડી જાય છે! 


આંગણું મન તણું સાફ રાખો સદા, 

પંથ સેવા તણો તો જડી જાય છે! 


જીવવું, બોલવું સાવ સાચૂકલું, 

શબ્દ એ ઈશને પણ અડી જાય છે! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational