શ્વાસ = માં
શ્વાસ = માં


જગતમાં જન્મ્યો ન હતો હું, ત્યારથી છે તું મારા શ્વાસો 'માં',
વસેલી છે તું મુજમાં અંતિમ શ્વાસો સુધી હર ક્ષણે, 'માં',
કુદરતને પણ હશે કેટલો અતૂટ વિશ્વાસ એક માં મા,
કે અમારા જીવને પણ રોપ્યો ફક્ત એણે તારામાં,
માં બની, ગુરુ બની, મિત્ર બની ને હવે દીકરી પણ ખરી તું મારી માં
આટલા નિ:સ્વાર્થરૂપ તો કુદરત પણ ન ધરે આ પણ એક ખૂબી જ છે તારી માં,
મસ્તક પર ફરતો તારો હાથ, ને સતત સ્નેહ હોય દ્રષ્ટિમાં,
ઈશ્વરનું આનાથી મોટું વરદાન બીજું હોય શું શકે, આ સૃષ્ટિમાં.
શરીરથી તું કદાચ અશક્ત હોઈ શકે ભલે હે માં,
મનથી હંમેશા લડી છે તું, ખુદ ઈશ્વરની સાથે પણ તું માં.
શક્તિ છે 'નિપુર્ણ' ની તું, ને પ્રેરણા પણ તું જ અમારી, માં,
અમે જ તારી દુનિયા છીએ ને, આધાર પણ તારો હવે અમે જ માં.