શું ?
શું ?
મને પછી તો, થયું કે એને
એ વાત ની ભી, થઈ અસર શું ?
એ જો કહે તો, કરું જરા કે
પછી, એની ભી, થઈ કદર શું ?
જીવે જ જાઉં નજીવા ભી થી
અને નિધન છે, એના વગર શું ?
હલે-ચલે છે, એ હાથ-પગ ભી
છે ધ્યેય ની ભી, એને ખબર શું ?
ન રાજ કાજે, ન સાજ કાજે
સજાવવી છે, હવે કબર શું ?
અને પછી જો, સજાવે કોઈ
લે, તો બની જઉ, હું ભી અમર શું ?
ને એ પલાળે, નયન પછી તો
હે ! થાઉં એમાં હું, તરબતર શું ?
છે શાંત આજે, એ રાહબર ભી
કદિ, થશે એની, અવર-જવર શું ?