શું તું બે ચાર પળો નામે કરીશ
શું તું બે ચાર પળો નામે કરીશ
શું હું જેવી છું તેવી તું મને અપનાવી શકીશ ?
મારા દોષો સાથે તું મને સ્વીકારી શકીશ?
ધન દૌલત હીરા મોતીની કોઈ ખ્વાહિશ નથી.
પણ તારો પ્રેમ ભર્યો સ્પર્શ મને આપી શકીશ ?
રોજ તારા માટે તને ભાવતી ડીશ બનાવીશ,
બીમાર હોઉં ત્યારે શું તારા હાથે જમાડીશ ?
રોજ તો તારા પાસે કઈ માંગણી નહિ કરૂ,
પણ મારા જન્મદિવસે તું સરપ્રાઈઝ ભેટ આપી શકીશ ?
પૂરો દિવસ સાથે રહેવા માટે નથી કહેતી,
પણ જ્યારે ઉદાસ હોય ત્યારે આલિંગન આપી શકીશ ?
તારા સપના એજ મારા સપના છે હવે,
પણ ક્યારેક મારા એકાદ સપનાને તું હકીકત બનાવી શકીશ ?
મે તો તન મન જીવન બધું તને અર્પણ કર્યું,
પણ શું તું બે ચાર પળો મારા નામે કરી શકીશ ?
હું ક્યાં કોઈ વિદેશ ટુરની માંગણી કરું છું !
પણ ક્યારેક દરિયાની ભીની રેતમાં,
મારા પગલાં સાથે પગલાં પાડવા આવી શકીશ ?
મોંઘા રિસોર્ટ કે થિયેટરમાં જવાની મારી ક્યાં કોઈ અપેક્ષા છે!
પણ કોઈ ફૂલોથી મઘમઘતા બાગે મારા સંગે આવી શકીશ ?

