Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Tirth Soni "Bandgi"

Thriller

3  

Tirth Soni "Bandgi"

Thriller

શું તને દેખાતું નથી ?

શું તને દેખાતું નથી ?

1 min
222


વહે છે નદીઓ ઝારઝાર આંસુઓની,

શું તને દેખાતું નથી ?


છવાયો સાવ સૂનકાર, કોઈ કંઈ બોલતું નથી.

શું તને દેખાતું નથી ?


ચીસે છે હૃદય, ને આગ સર્વત્ર વ્યાપી છે.

હારી ને હામ, અમે થયા લાચાર,

શું તને દેખાતું નથી ?


છો આંખો છતાંય અંધ ! કે મતિ મંદ ?

મીન સમ તફડતાં જોઈને ય દશા સમજાતી નથી ?

શું તને દેખાતું નથી ?


બધાં પાન ખરી ગયા ઋતુ વસંતમાં,

તોય કૂંપળ ફૂટશે એ આશા ઉરથી જતી નથી.

શું તને દેખાતું નથી ?


શું શોખ છે તને ગાળો ખાવાનો ?

કે આવી બહેરાશ ને નથી કોઈ અવાજ સંભળાતો ?

આ આક્રંદનો અસહ્ય શોર, શું તને નથી સતાવતો ?


શીદને માંડ્યા છે આવા કામ ? હવે જીવવા દો.

કર જોડી વિનવે તારા બાળ, શું તને દેખાતું નથી ?


Rate this content
Log in