STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

શું ફરક પડશે

શું ફરક પડશે

1 min
312

હે પ્રભુ તારુ જ અસ્તિત્વ જ્યાં વિમાસણમાં છે,          

તો હું રહું કે ના રહું શું ફરક પડશે.  


પ્રભુ તું છે છતાં નથી,                                        

જિંદગી થોડી ટૂંકી થઈ જશે, તો શું ફરક પડશે.               


જો તું જ નથી તો જીવી હું પણ શું કરું,                 

પ્રમાણ પૂછશે લોકો તને તો શું આપીશ,                  

જિંદગી જો આમ જ ચાલવાની હોય,                          

તું હોય કે ના હોય  શું ફરક  પડશે.                             


બધુ જાણવા જોવા છતા આંખે પટ્ટી બાંધી બેઠો છે,  

 નેટવર્ક જો તારુ મળવાનું જ ના હોય તો શું ફરક પડશે, 

પ્રાર્થના કરી થાક્યા ભક્તો હવે,                               

તારુ મૃદુલ મન જો પીગળવાનું ન હોય તો શું ફરક પડશે.


 લોકો ને હવે ઈંતઝાર છે,                                      

 તારી કૃપા વરસાવે તો બહું ફરક પડશે. 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational